સિરામિક પ્રોડક્ટ માટે નવું આઈ.એસ.આઈ. ફાઇનલ : દિલ્લીમાં મિટિંગ યોજાઈ

- text


અગાઉના isi સ્ટાન્ડર્ડના વિદેશથી પણ કડક નિયમો હટ્યા : સીરામીક ઉદ્યોગમાં ખુશીની લહેર

મોરબી : સિરામિક ઉદ્યોગની માંગણીને પગલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા isi નિયમોમાં ફેરફાર કરી અમલી બનાવવા માટે આજે મિટિંગ યોજી હતી જેમાં મોરબી સીરામીક એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા સરકારના આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગમાં ખુશીની લહેર છવાઈ છે.
આજરોજ દિલ્હી ખાતે બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ની મીટીંગ મા નવા સિરામીક ના ISI માર્ક ના સ્ટાન્ડર્ડ અમલમા આવ્યું અને તેની ફાયનલ મીટીંગ મા મોરબી સિરામીક એશોસીએસન વતી નિલેષભાઇ રાનસરીયા તેમજ આપણા એશોસીએસન ના ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવર (નેશનલ સેરા લેબ) હાજરી આપી હતી.
વિશેષ મા આ ત્રીજી મીટીંગ છે જેમાં સીરામીક એસોસિયેશનને રજૂઆત કરી અને સ્ટાન્ડર્ડ બદલાવડાવ્યુ કારણ કે અગાઉ ISI સ્ટાન્ડર્ડ એટલું બધુ હાર્ડ રાખેલ કે ભારતના કોઇ ઉત્પાદક તે લઇ ના શકે અને વિશ્વના બધા દેશો થી પણ તે કડક હતું અને તે પ્રમાણે કોઇ ઉત્પાદક ISI માર્ક લઇ ના શકે ત્યારે વિશ્વના બીજા દેશો ના અભ્યાસ ના અંતે આપણી રજૂઆત ને ધ્યાનમાં લઇ અને નવું સ્ટાન્ડર્ડ આવી જતા ભારતના ઉધોગકારો પણ હવે ISI કવાલીટી માર્ક લઇ શકશે આમ મોરબી સિરામીક એશોસીએસન ની રજૂઆત ને સફળતા મળી છે .

- text

- text