હળવદમાં ૩૩ બોટલ વિદેશીદારૂ સાથે કાર ચાલક ઝડપાયો

- text


પોલીસે 4,09,900નો મુદામાલ ઝડપી લઇ રાજસ્થાની શખ્સને ગિરફતમાં લીધો

હળવદ: હળવદમાં ગતરાત્રીના પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી ૩૩ બોટલ વિદેશીદારૂ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી લાઇ રૂ.4,09,900 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ તરફથી સ્વીફટકારમાં વિદેશીદારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા હળવદ પોલીસે સરકીટ હાઉસ નજીક પસાર થઈ રહેલ જીજે 13 સીસી 6448નંબરની કારને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશીદારૂની ૩૩ બોટલ માળી આવી હતી.
જે ને પગલે પોલીસે 9900 ની કિંમતનો પરપ્રાંતીય દારૂ અને ૪ લાખની કાર મળી 4,099,00ના મુદામાલ સાથે રમેશ ક્રિષ્નારામ બીશ્નોઈ રહે.ભિનમાલ રાજસ્થાન વાળને અટકાયતમાં લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ સફળ કામગીરી હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ,મહેશભાઈ બાલાસરા,ઈશ્વરભાઈ ક્લોતરા અને વિજયભાઈ ધાનડા સહિતનાઓએ કરી હતી.

- text