હળવદમાં નાઈટ પેટ્રોલિંગની માંગણી કરતા શાળા સંચાલકો

- text


એક મહિનામાં સાત-સાત શાળાઓમાં ચોરી થતા મામલતદારને આવેદનપત્ર અપાયું

હળવદ:હળવદ શહેરમાં આવેલ સ્વનિર્ભર શાળાઓમાં છેલ્લા એક માસમાં સાત-સાત સ્થળે ચોરી થતા આજે ખાનગી શાળા સંચાલકો દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી શાળા સંકુલ આજુ-બાજુ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હળવદના પ્રમુખ રાકેશભાઈ પી.પટેલની આગેવાનીમાં આજે તમામ શાળા સંચાલકો દ્વારા તાલુકા મામલતદારને ચોરી મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું,આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા એક માસમાં સાત શાળાઓમાં ચોરીની ઘટના બની છે જે દુઃખદ બાબત છે.
વધુમાં ગત તા.૧૨ ઓગષ્ટના રોજ સદભાવના વિદ્યાલય,તા.૧૩ના રોજ મંગલમ વિદ્યાલય,તા.૩ સપ્ટે.ના રોજ સાંદિપની વિદ્યાપીઠ,અને તા.૭ ના રોજ તક્ષશિલા,પતંજલિ,મહર્ષિ અને ભક્તિ વિદ્યાલય એમ કુલ ચાર માલી અત્યાર સુધીમાં તસ્કરોએ સાત સ્કૂલને નિશાન બનાવી હતી.
વધુમાં રજૂઆતને અંતે ગુજરાતને ક્રાઈમ મુક્ત બનાવવા સરકારના સ્વપ્નને સાકાર કરવા આવું ઘરફોડ ચોરી અટકાવવી જરૂરી હોવાનું જણાવી શાળાઓને નાઈટ પેટ્રોલિંગ ફાળવવા માંગ ઉજવવામાં આવી હતી.

- text

- text