મોરબીના નવા સાદુળકામાં બે દિવસીય ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન

- text


સર્વોપરી સ્કૂલમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી તાલુકાની તમામ શાળાઓ ભાગ લેશે

મોરબી : મોરબીના નવા સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સ્કૂલમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજવામાં આવું છે.
જી.સી.એ.આર.ટી.સી ગાંધીનગર,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી અને બીઆરસી ભવન મોરબીના સયુંકત ઉપક્રમે નવા સાદુળકા ખાતે આ તાલુકા કક્ષાના ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2017માં બાળકોને વિવિધ પ્રોજેકથી માહિત ગાર કરવામાં આવશે અને આવતીકાલે પ્રદર્શન ઉપરાંત અંધશ્રદ્ધા અને વિજ્ઞાનના ચમત્કારના પ્રયોગો દેખાડવામાં આવશે.
આ પ્રદર્શનનું ઉદ્દઘાટન મોરબી તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન દેવજીભાઈ પરેચાના હસ્તે કરવામાં આવશે આ તકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનવવા મોરબી બીઆરસીના શર્મિલા હુમલ,ચિરાગ આદ્રોજા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

- text

- text