શિક્ષકદિને મોરબીના સિનિયર પ્રોફેસર જીનદાસ ગાંધી સાહેબનું વિશેષ સન્માન કરાયું

- text


મોરબી : શિક્ષકદિનના અવસરે મોરબીના સિનિયર મોસ્ટ પ્રોફેસર જિનદાસ ગાંધી સાહેબનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના સીનીયર મોસ્ટ પ્રોફેસર ૮૦ વર્ષે પણ સાયકલ કે સ્કૂટી ચલાવતા, સ્ટાઈલીસ્ટ, જેમની દરેક છટા એમની આગવી છટા છે એવા, હજારો, હજારો, વિદ્યાર્થીઓએ જેમની પાસેથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા પ્રતિભાવંત, જૈન ધર્મગ્રંથોના ઊંડાં અભ્યાસુ સક્ષમ શબ્દોના સમર્થ સ્વામી, કોઈ પણ વિષય જેમના માટે અનટચ નથી તેવા અનેક પ્રકારની પ્રતિભા ધરાવે છે એવા પ્રોફેસર જીનદાસ ગાંધી સાહેબનું “શિક્ષક દિન” નિમિતે સન્માન કરવાનું ધારાસભ્યશ્રી કાંતીભાઈ અમૃતિયાએ નક્કી કર્યું, અને તેઓશ્રીને ચાંદલો કરી, મોતી માળા પહેરાવી શ્રીફળ, સાકર પડો સાથે શ્રીમદ રામચંદ્રના પ્રેરક પ્રસંગો પૂસ્તકઅર્પણ કર્યું હતું.
આ અવસરે ભાજપ અગ્રણી જ્યોતિસિંહ જાડેજા, જે.પી.જેસ્વાણી, હસુભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, ચંદુભાઈ હુંબલ, જયરાજસિંહ જાડેજા, હસુભાઈ દોશી, પરેશભાઈ શાહ, શ્રીમતી વૈશાલીબેન શાહ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ લાગણીભીની પળો-ક્ષણોના સાક્ષી બન્યા હતા.
પ્રોફે. જીનદાસ ગાંધી સાહેબ પણ પોતાના આ પ્રકારના સન્માનથી ભાવવિભોર બન્યા હતા અને ધારાસભ્યશ્રી સહીત તમામ કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા અને ઉજ્જવળ રાજકીય કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.

 

 

- text