માળીયામાં પૈસાની ઉઘરાણી બાબતમાં મારામારી

- text


માળીયા: માળીયાના નિરુબેન નગરમાં ગઈકાલે પૈસાની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ ઝઘડામાં વચ્ચે પડનાર મિત્રના ટાંટિયા ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયાના નિરુબેનનગરમાં રહેતા અબ્દુલભાઈ રમઝાનભાઈ ડમોરાના મિત્રની નાણાંની ઉઘરાણી કરવા આવેલા અલી મયુદિન સંઘવાણી, રફીક ઉર્ફે ડાડો તાજમહમદ જેડા અને એક અજાણ્યા માણસે લોખંડના અને પાઇપ સળિયા વડે માથા તથા પગમાં માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે માળીયા પોલીસે આઇપીસી કલમ 324 સહિતની કલમો મુજબ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text