કૌન બનેગા કરોડપતિમાં ચમકનાર હળવદના યુવાનનું સન્માન કરાયું

- text


હળવદ સથવારા સમાજના યુવાનનું સન્માન કરતી મેરૂપર પંચાયત અને શાળા

મોરબી : કૌન બનેગા કરોડપતિ સિઝન 9 માં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપરના સથવારા સમાજના યુવાનને ઝળકતા મેરૂપર ગ્રામ પંચાયત અને શાળા દ્વારા આ યુવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના મેરૂપરના હડિયલ રૂપાભાઈ મનસુખભાઇ કોન બનેગા કરોડપતિ સીઝન 9 માં હૉટશીટ પર બેસી તારીખ 6-9 અને 7-9 માં કોન બનેગા કરોડપતિ માં ભાગ લઈ સથવારા સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે તેમની આ સિદ્ધિને વધાવવા મેરૂપર ગ્રામ પંચાયત અને મેરૂપર પ્રાથમિક શાળા દ્વારા સન્માન સમારોહ અંતર્ગત સન્માન કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. રૂપાભાઈને તેમની આ સિદ્ધિ બદલ ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text