હળવદમાંથી 108 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


મોરબી : હળવદ પારેખ શેરીમાં બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 32,400 રૂપિયાની કિંમતની 108 બોટલ વિદેશી દારૂ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ પોલીસે પારેખ શેરીમાં રહેતા નિખિલ હસુભાઈ પરીખના ઘરે દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની 108 બોટલ કિંમત રૂ. 32,400ની મળી આવી હતી. જોકે રેડ દરમિયાન મકાન માલીક નિખિલ પરીખ હાજર મળી ન આવતા હળવદ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કલોતરાએ નિખિલ પરીખ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text