ટંકારામાં વિકાસના છોતરા નીકળી ગયા: ખાડા ટેકરા વાળા રસ્તાથી ગૌરવ હણાયુ

- text


ટંકારા: ટંકારાના ગૌરવપંથ થી ઓળખાય છે એ જ રસ્તાએ આબરૂના કાકરા કરી નાખી લોકોની કેડ ભાંગી નાખતા ટંકારામાં વિકાસના છોતરા નીકળી ગયા છે અને જનતામા આગ ની જેમ રોષ ભભુકી રહ્યો છે. ટંકારા મધ્યેથી પસાર થતા રાજકોટ મોરબી બન્ને જીલ્લાને જોડતો એકમાત્ર હાઈવેની હાલત તંત્રની બેદરકારીને કારણે સર્મસાર થઈ ગઈ છે હવે તો માર્ગ ખુદ કટકે કટકે આશુ સારતો થયો છે.

- text

દિલચસ્પ વાત એ છેકે, જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ સુચનાને ધોળીને પી જનારને પંચાયતે રીપેરીંગ કામ કરવાની માંગ કરી છે કોગેસના નેતા પણ અલ્ટીમેટમ આપીને બેઠા છે. પણ રોડ રીપેરીંગ કામ કોણ કરશે કેદી કરશે ના સવાલો ઉભા છે, ત્યારે હવે પ્રજા જાગી છે અને પરચો દેખાડવા માટે તખ્તો તૈયાર કર્યો છે .જોઈ આ વિકાસ ની ઝપટે કોણ ચડે છે,પ્રજા કે સેવકો..

- text