શિક્ષકદિને મોરબી જિલ્લાના ૯૩ હજાર બાળકોને સ્વાઇન ફલૂ વિરોધી ઉકાળો પીવડાવ્યો

- text


હડમતિયામાં પણ શિક્ષકદિન નિમિતે 325 વિદ્યાર્થીઓએ ઉકાળો પીધો

મોરબી : શિક્ષક દિવસના અવસરે જિલ્લા આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ વિભાગ મોરબી દ્વારા ૫૯૩ શાળાના ૯૩ હજાર બાળકોને સ્વાઇનફ્લુ વિરોધી ઉકાળો પીવડાવી શિક્ષકદિનની અનોખી ઉજવણી કરાઈ.

- text

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા દ્વારા શિક્ષક દિનના અવસરે અભ્યાસ કરતા તમામ બાળકોને સ્વાઇન ફલૂ બીમારીથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી જિલ્લા કલેકટર સમક્ષ તમામ શાળાઓમાં ઉકાળા વિતરણ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેને જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલે માન્ય રાખતા આજે મોરબી જિલ્લાની તમામ ૫૯૩ શાળામાં ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અંદાજે ૯૩ હજાર જેટલા બાળકો લાભ લીધો હતો. તમામ બાળકોને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી થયેલા આ આયોજનને સફળ બનનાવવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે દ્વારા તમામ શાળાઓમાં ઉકળાનો પાવડર મોકલી અપાયો છે અને તમામ બાળકોને એક સાથે ઉકાળાનું સેવન કરાવવામાં આવ્યું હતું.
મોરબી તાલુકામાં ટીંબડી ગામેની પ્રાથમિક શાળામાં આયુર્વેદિક આરોગ્ય વર્ધક ઉકાળાનો વિતરણ કાર્યક્રમનો કલેકટર આઇકે પટેલ અને ડીડીઓ એસએમ ખટાણાના હસ્તે પ્રારંભ લકરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર આઈ.કે પટેલ, ડીડીઓ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એન.કતીરા, ડીવાયડીપીઈઓ સી.સી.કાવર સહિતઓએ સ્વાઈન ફલૂ કેવી રીતે ફેલાઈ, તેનાથી બચવા શું શું કરવું તેવી વિવિધ માહિતીઓ આપી હતી. અને 93000 બાળકોને ઉકાળો પીવડાવવાથી દરેક ઘરમાં સ્વાઇનફલુ અંગે જાગૃતિ થશે તેમજ કલેક્ટ આઇકે પટેલ અને ખટાણાએ પોતાના શાળાના દિવસો યાદ કર્યા હતા. દરેકને શિક્ષકદિનની શુભકામનાઓ પાઠવી હતી,
હડમતીયામાં પણ શિક્ષકદિન નિમિતે કુમાર તેમજ કન્યા શાળામાં આશરે 325 જેટલા વિદ્યાર્થીઓએ ઉકાળો પીધો હતો. હડમતીયા કન્યા શાળાના આચાર્ય મનહરભાઈ ફૂલતરીયા અને કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા તેમજ હડમતીયા આરોગ્ય હેલ્થ સેન્ટરના કર્મચારી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

- text