શ્રીરત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારમાં યોજાયા વિવિધ કાર્યક્રમો

- text


માળિયા મિયાણા : મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં એક સાથે વિવિધ ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ અંતર્ગત શાળાના બાળકોએ શિક્ષક બની વર્ગખંડ કાર્ય કરાવી શિક્ષકદિનની ઉજવણી કરી હતી. સાથે “સ્વચ્છ સંકલ્પથી સ્વચ્છ સિદ્ધિ” ન્યુ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા શાળાના તમામ બાળકોને સ્વાઈનફલૂનો ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.

- text