અન્ડર-૧૪ કબડ્ડીમાં મેદાન મારતી હળવદની પાંડાતીરથ સ્કૂલ

- text


ખેલ મહાકુંભ ૨૦૧૭ ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તમામ ટીમોને પછાડી : હવે રાજ્યકક્ષાએ રમશે

મોરબી : ખેલ મહાકુંભ ૨૦૧૭ ની જિલ્લાકક્ષાની અન્ડર ૧૪ કબડ્ડી સ્પર્ધામાં હળવા તાલુકાના પાંડાતીરથ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ તમામ ટીમોને ધૂળચાટતી કરી મેદાન માર્યું હતું,હવે ટીમ પાંડાતીરથ રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text

મોરબી જિલ્લામાં ઉજવાઈ રહેલ ખેલ મહાકુંભ ૨૦૧૭ સ્પર્ધા અંતર્ગત ગઈકાલે હળવદની સાંદિપની સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબી,માળીયા,વાંકાનેર ટંકારા અને હળવદ તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો વચ્ચેના આખરી મુકાબલામાં હળવદ તાલુકામાં વિજેતા બનેલી પાંડાતીરથ પ્રાથમિક શાળાની અન્ડર ૧૪ ટીમે અદભુત પરફોર્મન્સ બતાવી અન્ય તાલુકાની ટીમોને હંફાવી દઈ જિલ્લા કક્ષાએ મેદાન માર્યું હતું.
જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી ટીમ પાંડાતીરથ પ્રાથમિક શાળા હવે રાજ્ય રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે,જિલ્લા કક્ષાએ મળેલી જીતને પગલે જિલ્લા રમત-ગમત અધિકારી એસ.ડી.વ્યાસ અને શિક્ષકગણે ટીમને શુભકામનાઓ પાઠવી રાજ્યકક્ષાએ આવુ જ પ્રદર્શન બતાવવા ટીમને પ્રોત્સાહિત કરી હતી.

- text