મોરબી : સો-ઓરડી પરશુરામ નગર દ્વારા અનેરા ગણેશ ઉત્સવનું આયોજન

- text


મોરબી : સામાંકાંઠે સો-ઓરડી વિસ્તારમાં આવેલ પરશુરામ નગર વાવડીવાળી શેરીમાં છેલ્લા ૫ વર્ષ થી દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવે છે. જેમાં સવાર સાંજ આ વિસ્તારનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહી ગણેશજી ની શ્રદ્ધા ભાવથી આરતી કરે છે.

- text

મોરબીમાં સૌ પ્રથમ પરશુરામ પોટરી દ્વારા ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવતું અને સ્થાપના દિવસો દરમ્યાન નાટકો , ભજનો, હાસ્યદરબાર તેમજ વિશાળ પડદા પર ફિલ્મો દર્શાવવામાં આવતી હતી. એવી જ રીતે આ પરશુરામ નગર સો-ઓરડીની વાવડી વાળી શેરી મુકામે બે દિવસ પહેલાં વિશાળ પડદાપર ફિલ્મ દર્શાવવામાં આવેલ ત્યારે આ વિસ્તારનાં બાળકો, યુવાનો, વડીલો અને વયોવૃદ્ધ બહોળી સંખ્યામાં તેનો લાભ લીધો હતો અને ભૂતકાળના પરશુરામ પોટરીના આયોજનને વાગોળ્યો હતો. આજ રોજ ગણપતિ મહારાજને છપ્પનભોગ ધરીને સંધ્યા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ભક્તો પોતાના ભાવથી બનાવેલ ભોગ ધરીને દાદાને જમાડશે. આમ શ્રદ્ધાભાવ ભક્તિથી આ ઉત્સવ આજુબાજુના વિસ્તારમાં આકર્ષક અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહે છે.

 

- text