મોરબી દશનામ ગૌસ્વામી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ અત્રેના લીલાપર રોડ પર આવેલી સમાજની વાડી ખાતે યીજયો હતો જેમાં કે.જી.થી કોલેજ સુધીના ૧૬૫ તેજસ્વી છાત્રોને શિલ્ડ,શૈક્ષણિક કીટ વિતરણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.

આ સન્માન સમારોહમાં વિવિધક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ઉચ્ચપદ હાંસલ કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરની પદવી મેળવનાર ચાર્મીશ વિમલેશભાઈ ગૌસ્વામી,એલ.એલ.બી કરનારગૌરવ કમલેશભાઈ ગૌસ્વામી,સાહિતનાઓનું વિશેષ સન્માન કરાયું હતું.
સન્માન સમારોહ દરમિયાન સમાજના બાળકો દ્વારા વ્યસન મુક્તિ,બેટીબચાવો,ભૃણ હત્યા રોકવા સહિતના અલગ અલગ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

- text

આ પ્રસંગે મોરબી પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા,મોરબી એસ.બી.આઈના આસી મેનેજર વિમલેશભાઈ ગૌસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી,ઉપપ્રમુખ હંસગીરીભાઈ,એડવોકેટ કામલેશભાઈ ગૌસ્વામી સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી.

- text