મોરબી પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આજે સવારે અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ.કોલેજ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ બ્લડ ડોનેશન કેમ્પમાં એલ.ઇ કોલેજ મોરબીના ભૂતપૂર્વ છાત્રો તેમજ વર્તમાન છાત્રો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. આજે યોજાયેલ આ મહારક્તદાન કેમ્પ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે અને સાંજ સુધીમાં વિદ્યાર્થીઓ દ્વારા ૨૦૦ બોટલ રક્ત એકત્રિત કરવા ટાર્ગેટ રાખવામાં આવ્યો છે આજ ના આ રક્તદાનમાં એલ.ઇ.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં પીજીવીસીએલમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા નરસંગભાઈ હૂંબલ,પી.સી.પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા પટેલ સોશ્યલ ગ્રુપના દીક્ષિત ગજેરા,ગુંજન કથીરિયા સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text