મોરબી – જેતપર રોડનું કામ તાકીદે પૂર્ણ કરવા જેતપર પંચાયતની માંગ

- text


મોરબી : મોરબી – જેતપર રોડનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરાયું છે પરંતુ કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોય લોકોને મુશ્કેલી પડતા તાકીદે કામ પૂર્ણ કરવા જેતપરના સરપંચ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
જેતપર ગ્રામ પંચાયત દ્વારા આ મામલે રજૂઆત કરતા જણાવાયું છે કે મોરબી – જેતપર રોડનું છેલ્લા ઘણા સમયથી કામ શરૂ કરાયું છે પરંતુ ગોકળ ગાયની ગતિએ ચાલતા કામને કારણે હાલમાં રોડ નવો બનવાને બદલે ઠેર-ઠેર ખાડા પડી ગયા હોય વાહન ચાલકોને મુશ્કેલી પડવાની સાથે ખાડામાં પાણી ભરાતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.
દરમિયાન જેતપર ગામ અને આજુબાજુમાં અનેક સિરામિક એકમો આવેલા હોવાથી દરરીજ અહીંથી હજારોની સંખ્યામાં નાના મિતા વાહનો પસાર થાય છે એ ઉપરાંત માલપરિવહન કરતા ટ્રકો પણ એટલા મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે છતાં પણ તંત્ર વાહકો રોડ રસ્તાના કામ કરવામાં ગંભીરતા ન દાખવતા લોકોમાં રોષ ની લાગણી જન્મી છે.
ઉલ્લેખનીય છે કે જેતપર રોડને તાકીદે રીપેર કરવા ખુદ જિલ્લા કલેકટરે સરકારનું ધ્યાન દોર્યું છે કારણકે આગામી સમય માં વાઈબ્રન્ટ સીરામીક એક્સપોમાં ભાગ લઈ રહેલા એકમો ની મુલાકાત માટે મોટી સંખ્યામાં વિદેશી મુલાકાતી આવનાર હોય આ મુખ્ય માર્ગ ને તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.

- text