મોરબીમાં હિન્દૂ-મુસ્લિમ બાળકોના અનોખા ગણપતિ

- text


ગણપતિબાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા બિલાલ દેવાણીએ પોતાની શેરીમાં ગણેશ બેસાડ્યા

મોરબી : મોરબીની લાલબમ્બા શેરીમાં આ વર્ષે ગણેશોત્સવ ન યોજાતા મુસ્લિમ બાળક બિલાલ દેવાણીએ પોતાની શેરીમાં હિન્દૂ બાળસખાઓ સાથે મળી કોમીએકતાની અનોખી મિશાલ સમુ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે
મોરબીના લાલબમ્બા શેરીમાં દરવર્ષે ગણેશોત્સવ યોજાય છે પરંતુ આ વર્ષે કોઈ કારણોસર ગણેશોત્સવ ન યોજાતા બિલાલ દેવાણી,જુબેર દેવાણી,રોનક મકવાણા અને ઉમંગ મકવાણાએ ગામોટશેરીમાં ગણપતિ બેસાડવા નક્કી કરી રાતોરાત ફંડ ફાળો એકત્રિત કરી કોમીએક્તાના પ્રતીક સમાં ગણેશોત્સવનું આયોજન કર્યું છે.
અલ્લાહ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા બિલાલને ગણપતિ પ્રત્યે પણ અખૂટ શ્રદ્ધા છે અને તેથી જ ૧૨ વર્ષનો બિલાલ દેવાણી દરરોજ સવારે પંડાલ સાફ સુફ કરી પૂજા અર્ચના કર્યા બાદ જ સ્કૂલે જય છે અને તમામ બાળસખાઓ સાથે મળી ગણપતિબાપાની આરતી ઉતારી પ્રસાદ ધરાવી ગણેશ આરાધના કરે છે.
આ સંજોગો માં જો ગામો-ગામ બિલાલ અને રોનક જેવા મિત્રો સાથે મળી હિન્દૂ મુસ્લિમ તહેવારો સાથે મળીને ઉજવણી કરે તો કોઈ રાજકીય પક્ષોની તાકાત નથી કે કોમ-કોમ વચ્ચે ઝગડા કરાવી શકે.

- text