માળીયા તાલુકામાં સિંચાઇના પ્રશ્ને રોષ : નર્મદા યાત્રાનો વિરોધ કરાશે

- text


માળીયા:માળીયા મિયાણા તાલુકાને સિંચાઈ સુવિધાથી વંચિત રાખવામાં આવતા નર્મદા યાત્રાનો વિરોધ કરી આ યાત્રાથી પ્રજાને શુ ફાયદો ? તેવો સો મણનો સવાલ માળીયા તાલુકાના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.માળિયા મીયાણા તાલુકા માં આગળ પણ સરપંચો દ્વારા નર્મદા યાત્રાનો બહિષ્કાર કર્યો હતો અને ફરીથી આ તાલુકાને ટાર્ગેટ કરી જોરેમોરે યાત્રા કાઢવા બેઠા છે,ત્યારે સવાલ એ છે કે શુ સરકારી અધિકારીઓને ઝગડાઓ કરાવવા છે આ ભોળી પ્રજાને શા માટે ઘર્ષણમાં ઉતારો છો ?

વધુમાં માળીયા તાલુકાના આગેવાનોએ જણાવ્યું હતું કે યાત્રા મુદ્દે અમારો જવાબ પણ સાંભળો જયા સુધી અમારો પ્રશ્ન સિંચાઇ માટે નો કોઈ ઉકેલ ન આવે ત્યા સુધી કોઈ આવા ડીંડક ન કરશો હા યાત્રા કાઢો પણ આ યાત્રાથી પુરા તાલુકાના એકપણ ગામના એકપણ વ્યક્તિ ને શુ ફાયદો ? એ સમજાવો,સરકાર ના પૈસા એ અમારી મુળી છે જેનો અમે આવી ડીંડકવાળી યાત્રામાં ખોટો ખર્ચ નથી કરવા દેવાના જે ખર્ચ અમારા તાલુકામાં બચે તેને સારી એવી કોઇ વ્યક્તિ કે ગામને ફાયદો થાતી હોય તેવી ગ્રાન્ટમાં વાપરી નાખશો બીજા તાલુકા કે શહેરના લોકોને ફાયદો તો થશે
આવી યાત્રા કાઢવાનો મતલબ શુ છે તે પહેલા સમજાવો ? કયા ખેડૂતો ને આ યાત્રા થી ફાયદો થશે ? અરે કઇ વ્યક્તિ ? હવે રહેવા દો બે હાથ જોડી તમને વિનંતી કરીએ છીએ અમારા તાલુકાના ખેડુતો કે યુવાનો અમારા માટે અમુલ્ય છે ખોટા ઘર્ષણ ન કરાવો પ્લીઝ સમજો છતાપણ તમારી મરજી તમારા ઇરાદા નેક નથી તો અમેપણ ?

- text

દરમિયાન માળીયાના આગેવાન કાસમભાઈ સુમરાએ જણાવ્યું હતું કે અમારે કોઇ વ્યક્તિ કે નેતા કે પક્ષ સાથે કોઈ વાંધો નથી ફક્ત સરકાર નુ ધ્યાન દોરાવવા અમે બે વખત રેલી કાઢી છતા પણ આપનુ ધ્યાન કયા છે નથી દેખાતી અમારી વેદના ? શા માટે દાજ્યા ઉપર ડામ આપો છો?
દરેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા વ્યક્તિ કે નેતાને બે હાથ જોડીને નમ્રતા પુર્વક અરજ છે મીત્રો આપના અપમાન ન થાય તેની તકેદારી રાખજો થોડી અમારા ખેડુતની લાગણી સમજો આજ દિવસ સુધી અમે તમારો વ્યક્તિગત કે પક્ષના રીતે કોઈ વાંધો કે તમારા વિરોધ કોઈ ઉચ્ચારણ નથી કર્યુ કે નથી સરકાર વિરોધી કોઈ નારો કે વિરોધ કર્યો તો મહેરબાની કરી અમારી વેદના સમજો અમારો કોઈ ઇરાદો નથી કે કોઇ રાજકીય પક્ષ ને નુકસાની અપાવીએ કે કોઇ ની તરફદારી કરીએ છતાપણ જો આવી યાત્રા અમારા વિસ્તારમાં કાઢવામાં આવશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે

અંતમાં દરેક ખેડૂતો પોત પોતાના ગામના લોકોને સાથે રાખી તલાટી કમ મંત્રી ને લેખીત અરજી આપે કે જયા સુધી અમારા ખેડૂતોના પ્રશ્નો સિંચાઇ અને પાકવિમાના છે તે પુરા નહિ કરવામાં નહી આવે ત્યા સુધી ગામમાં આવા કોઇ કાર્યક્રમ નહિ થવા દઇએ

આ મામલે ગુરુવારે એક મિટિંગ નુ આયોજન કરવામાં આવેલ છે જેનુ સ્થળ અને સમય બધા ગામના ખેડૂત આગેવાનો ને ફોન દ્વારા જાણ કરવામાં આવનાર હોવાનું માળીયા મિયાણા તાલુકાના અગ્રણી કાસમભાઈ સુમરાની યાદીમાં જણાવાયું છે.

 

- text