હળવદ નજીક ટ્રેલરે હડફેટે લેતા પોલીસમેનનું મોત

- text


માળીયા-હળવદ હાઇવે ઉપર સરા ચોકડી નજીકની ઘટના : અન્ય એક પોલીસ કર્મી ઘાયલ

મોરબી : હળવદ માળીયા હાઇવે પર સરા ચોકડી નજીક પસાર થઈ રહેલા બે પોલીસ કર્મીઓને ટ્રેલર ચાલકે હડફેટે લેતા મૂળ હળવદ અને હાલ અમદાવાદ ફરજ બજાવતા પોલીસ કર્મીનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યુ હતું જ્યારે હળવદ પોલિસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જેસિંગભાઈને ઇજાઓ પહોચી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મૂળ હળવદ ના હાલ અમદાવાદ પોલીસ માં ફરજ બજાવતા અને સસ્પેન્ડ થયેલા નરેન્દ્રભાઈ મુળજીભાઈ કણજારીયા ઉ.૪૫ અને હળવદ પોલીસ માં ફરજ બજાવતા જેસિંગભાઈ નાગદાનભાઈ આહીર ઉ.૫૭ અલગ અલગ બાઈક પર હળવદ નજીક માળીયા હાઇવે પરથી પસાર થતા હતા ત્યારે સરા ચોકડી નજીક રિલાયન્સના પેટ્રોલ પમ્પ પાસે આર.જે.52 જી.એ.0452ના ટ્રેલર ચાલકે બંનેને હડફેટે લેતા નરેન્દ્રભાઈ મુળજીભાઈ કણજારીયાનું ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે જેસિંગભાઈ ને સામન્ય ઇજા થઇ હતી.
ઘટના બાદ ટોળું એકત્રિત થયું હતું પોલીસ તુરત દોડી આવી ને ટ્રેલર ચાલક ને ઝડપી લીધો હતો આ મામલે ઇજાગ્રસ્ત જેસિંગભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધ્યો છે. અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત થતા પોલીસ બેડામાં શોક ની લાગણ છવાઇ હતી.

- text