ટંકારાની અનસ હોટલ સામે વિચિત્ર અકસ્માત:ખાડો તરવવા જતા કારચાલકે બાઇકને હડફેટે લઈ પાણીમાં ખાબકી

- text


ટંકારા:રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારાની અનશ હોટલ સામે ખાડો તરવવા જતા કારચાલકે ઉભેલા બાઈકને ઠોકર મારી કારચાલક પોતે પણ રોડ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબક્યો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર ટંકાર નજીક હોટલ અનસ સામે ટંકારા ગામના બે બાઇક ચાલકો રોડ પર ઉભા હતા ત્યારે અચાનક કાર ઘસી આવી હતી અને બાદમાં હોન્ડાને ઠોકરે લઈ કાર રોડથી નીચે પાણી મા ખાબકિ હતી અને બાઈક પણ બાવળિયા ટપી ગયુ હતું.
વધુમાં કારમા કેશિયા ગામના બે યુવાનોને કાચ તોડી બહાર કાઠયા થોડી છોલછાલ સાથે 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી.
જ્યારે બાઈક સવાર ટંકારા ના હોવાનું જાણવા મળ્યું છે અને સામાન્ય ઈજા થઈ હોય દવાખાને ખસેડવામાં આવ્યા નુ જાણવા મળ્યું છે
મોરબી અપડેટ ની ટિમ ને 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ રાજુ દુબરીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી રોડ ઉપર અનસ હોટલ નજીક બાઈક ઉભુ હતુ જેની પાછળ કેશિયા ના કાર સવાર બે યુવાનો ધડાકા ભેર અથડાતા રોડની સાઈડ મા ઉતરી ગયા હતા અને અકસ્માત બાદ વટેમાર્ગુ તાત્કાલિક પહોચી કાચ તોડી અંદર રહેલા ને બહાર કાઢવામાં આવ્યા હતા.

- text