મોરબી સિદ્ધિ વિનાયક કા રાજાની મહાઆરતીનો લાભ લેતા જિલ્લા ભાજપના આગેવાનો

- text


જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈની ટીમ અભિભૂત

- text

મોરબી:મોરબીના રામોજી ફાર્મમાં બિરાજતા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં ગઈકાલે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા અને તેંમની ટીમે મહાઆરતીનો લાભ લીધો હતો
શહેરના લીલાપર રોડ ખાતે રામોજી ફાર્મ ખાતે વિશાળ જગ્યામાં યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં દિવસે દિવસે અવનવા આકર્ષણો રંગ જમાવી રહ્યા છે અને વિઘ્નહર્તા દેવના અલોકીક દર્શન માટે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે ત્યારે ગઈકાલે જિલ્લા ભાજપની ટીમ દ્વારા દુંદાળા દેવની મહાઆરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા,મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા,ખજાનચી પ્રભુભાઈ ભૂત,બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા,કારોબારી સમિતિના બીપીનભાઈ વ્યાસ,આપાભાઈ કુંભરવાડિયા,ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના નંદલાલભાઈ વિડજા,ઉમિયા નવરાત્રી સમિતિના ધવલભાઈ હદવાણી,પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશોત્સવના અદભુત આયોજન બદલ અરવિંદભાઈ બારૈયાને અભિનંદન પાઠવ્યા હતા.

- text