વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં અમેરિકાની સંસ્થા ટેક્નિકલ નોલેજ આપશે

- text


મોરબી:આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ઝીબિશનમાં યુએસએની પ્રખ્યાત સીટીઇએફ સંસ્થા ટેક્નિકલ સેશનમાં ટાઇલ્સને લગાવવાની આધુનિક પદ્ધતિ સહિતની બાબતો વિશે જાણકારી આપશે.

- text

વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના પ્રમોશન માટે અમેરિકાની મુલાકાતે ગયેલા સીરામીક એસોસિએશનના પ્રમુખ કે. જી. કુંડારીયાએ યુએસએમા એન્ડરસન ખાતે સીટીઇએફ એટલે કે સિરામિક ટાઇલ્સ એજ્યુકેશન ફાઉન્ડેશનના ડાયરેકર શ્રી સ્કોટ કેરોથરસને મળ્યા હતા.
અમેરિકાની આ સંસ્થા ટાઈલ્સ લગાડનાર કારીગરોને ટ્રેનીગ આપે છે. યુએસએમા ટાઈલ્સની કેવી ગુણવતા હોવી જોઈએ તેની વિગતવાર માહિતી પણ આપી. ટાઈલ્સના સ્પેફીકેષનની બુકલેટ પણ આપી. ભવિષ્યમાં આ સંસ્થા બહુ ઉપયોગી થશે.નોલેજ સેશન માં પોતાનું લેકચર આપવા માટે મિ. સ્કોટ એકસીહીબીશનમાં પણ આવશે.વાઈબ્રન્ટ સીરામીક એક્ઝિબિશનના પ્રમોશન માટે તેઓએ સંપુણઁ સહયોગની ખાતરી આપી હતી કુંડારીયાની સાથે આપણા વિશાલ આચાયઁ પણ જોડાયા હતા

.

- text