વાંકાનેરમાં નવરંગ નેચર કલબના સહયોગથી રવિવારે વિવિધ વસ્તુઓનું વિતરણ

- text


વાંકાનેર : વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં રવિવારની સાંજે ૪ થી ૭ સુધી નવરંગ નેચર કલબ ના સહયોગ થી આયુર્વેદ- સ્વદેશી તેમજ ઘર ઉપયોગી વિવિધ વસ્તુઓ નું ટોકનદરે વિતરણ કરવામાં આવનાર છે.

- text

આપણો દેશ આયુર્વેદ નો પિતામહ દેશ ગણાય છે ત્યારે આયુર્વેદિક દવાઓ તેમજ સ્વદેશી વસ્તુઓ અને આપના દેશી ફૂલછોડ-ઝાડ સહીત અનેક ઘર ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજ વસ્તુઓ ને ગાયત્રી શક્તિપીઠ ના વિશાળ પટાંગણ માં નવરંગ નેચર કલબ ના સહયોગ થી તદન ટોકન ભાવે વિતરણ કરવામાં આવનાર છે. લગભગ દરેક મહિનામાં પ્રથમ રવિવારના અથવાતો આખરી રવિવારે યોજાતા આ કેમ્પ માં શહેરી જનો નો સારો પ્રતિશાદ સાપડતો આવ્યો છે. લોકો આપના આયુર્વેદથી વધુમાં વધુ માહિતગાર થાય અને સ્વદેશી વસ્તુઓ નો મહત્તમ ઉપયોગ કરતા થાય તે હેતુને અનુલક્ષીને આ યોજાતા વિતરણ કેમ્પ ખરેખર એકવાર મુલાકાત લેવા જેવી ખરી.
હાલમાં ચાલી રહેલા સ્વાઈન ફ્લુ ના વાતાવરણ માં તેમનો ઉકાળો બનાવી આ વિતરણ કેમ્પ માં આવનાર લોકોને મફત પીવડાવામાં આવશે તેમજ જાસુદ- દોરેન્ડો-પીડી કરેણ-ટેકોમાં- બાદમ જેવા રોપાઓ ને નિશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.

- text