મસ મોટા ટંકારામાં 11021ની જ વસ્તી

- text


ટંકારા : વિસ્તાર ની દ્રષ્ટિએ મોટુ ટંકારા વસ્તી ગણતરીના આકડે સાવ સંકોચાઈ જાય છે જમીની હકિકત સામે સરકારી આંકડા મા મોટો તફાવત છે.

ગામડે થી શહેર મા રહે છે પરંતુ ચોપડે નામ ગામડે બોલે છે . સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નામ કમી ન કરાવતા હોવાના કારણે ટંકારામાં કઈક અલગ સ્થિતિ છે.
શહેર ની મિલકત અંગે પણ વિરોધાભાસ જોવા મળે છે. વિશ્ર્વ ફલકે ખ્યાતિ ધરાવતા ટંકારા શહેર ને હજી નગરપાલિકા ના સ્વપ્ન જોવા જેવી હકિકત સામે આવી છે બે દશકા પહેલા તાલુકો બનેલ ટંકારા વસતી અને વિસ્તાર દિવસે ન વધે તેટલો રાતે વધ્યો છે ચાર નાકા ઉગમણાનાકા મોરબી નાકુ નગરનાકુ અને દેરીનાકા ફરતી બાજુ ગઢની રાંગ થી થંકાયેલ ટંકારા પાદર ટપી સિમાડા મા વધવા લાગ્યું 2001 ના ભુકંપ બાદ સોસાયટી ને વેગ મળ્યો અને લક્ષ્મી નારાયણ એમ.ડી, સરદાર,ગાયત્રી નગર જેવી અનેક સોસાયટીમાં લોકો પોતાનુ મકાન બનાવી રહેતો થયો છે,પોતાના સ્વપ્ન સાકાર કરવા ગામડે થી વેપાર ધંધો અને નોકરીયાત નુ આશ્રય સ્થાન ટંકારા બન્યુ છે.
પરંતુ આ બધી હકિકત વચ્ચે સરકારી આકડે ભારે તફાવત જોવા મળે છે 2011 ની વસ્તી ગણતરી મુજબ ટંકારા શહેરમાં 5431 પુરૂષો અને 5590 સ્ત્રી કુલ 11021વસ્તી છે મતદારો ની વાત કરી તો 7993 મતાધિકાર ભોગવે છે. બહાર થી અહી વસેલા લોકો હજી તેનુ નામ ગામડેજ ધરાવે છે જેથી આ વિરોધાભાસી આંકડા જોવા મળી રહ્યા છે.
આવીજ કંઈક વિડંબણા પંચાયત ના ચોપડે ચડેલા મકાન ને મિલકત ની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text