સિરામિક ફેક્ટરીઓના પ્રદુષણ મામલે એનજીટીની તપાસ સમિતિ મોરબીમાં

- text


ટીમના વૈજ્ઞાનિકે સ્પષ્ટ માન્યું છે કે મોરબી શહેરનું જે એન્વાયરમેન્ટલ સ્ટેટસ છે તે સંતોષજનક નથી અને આ અંગે તેઓ ગ્રીન ટ્રીબ્યુનલ માં એક મહિના બાદ રિપોર્ટ સુપ્રત કરશે

મોરબી : મોરબી સીરામીક ફેક્ટરીઓને કારણે જગ વિખ્યાત છે. મોરબીમાં બનતી ટાઇલ્સની માંગ દેશ વિદેશમાં છે. મોરબીમાં હાલમાં 600થી પણ વધુ સીરામીક ફેકટરીઓ ધમધમી રહી છે. ત્યારે આ ફેકટરીઓમાં બળતણ તરીકે વાપરવામાં આવતા કોલ ગેસીફાયરમાંથી વિપુલ પ્રમાણમાં પ્રદુષણ ફેલાતું હોવાની વ્યાપક ફરિયાદના પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુના દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. આ ટીમ હાલ મોરબી સીરામીક ઉદ્યોગની મુલાકાત લઇ રહી છે. ટીમના વૈજ્ઞાનિકે સ્પષ્ટ માન્યું છે કે મોરબી શહેરનું જે એન્વાયરમેન્ટલ સ્ટેટસ છે તે સંતોષજનક નથી અને આ અંગે તેઓ ગ્રીન ટ્રીબ્યુનલ માં એક મહિના બાદ રિપોર્ટ સુપ્રત કરશે.

- text

મોરબીના સીરામીક ઉદ્યોગમાં બળતણ તરીકે નેચરલ ગેસ વાપરવામાં આવે છે. પરંતુ ઘણી બધી સીરામીક ફેકટરીઓ નેચરલ ગેસની અવેજીમાં કોલ ગેસીફાયર વાપરે છે જે નેચરલ ગેસ કરતા વધુ સસ્તું પડે છે. આ કોલ ગેસીફાયર પ્લાન્ટ મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવતું હોવાની ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન બાદ આ કેસ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુનામાં ચાલી જતા ટ્રિબ્યુનલે એક સમિતિ ની રચના કરી છે. હાલ આ સમિતિ મોરબીના સીરામીક ફેકટરીઓ ની વિઝિટ કરી રહી છે.
આ અંગે તપાસમાં આવેલી સમિતિના સભ્ય વૈજ્ઞાનિક કે.વી. જ્યોર્જ, (CSRI નેેરી, નાગપુર)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુના દ્વારા મોરબીમાં જે ગેસીફાયર ચલાવવામાં આવે છે તેમાંથી જે પ્રદુષણ થાય છે તે માટે આ સમિતિ રચવામાં આવી છે. જેમાં CPCB બરોડા, GPCB ગાંધીનગર અને નેેરી નાગપુર ના સદસ્યો છે. અમારે તપાસ કરવાની છે કે સીરામીક પ્રોડક્શન પ્રોસેસ માંથી જે વેસ્ટ નીકળે છે તે કેટલું છે ? ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલ્યુશન નું સ્ટેટસ શું છે ? અને ગેસીફાયરની જે ટેકનોલોજી છે તેની વેલ્યુ કરવાની છે અને તેના પાર કામ કરવાનું છે. જ્યાં જ્યાં આ પ્રકારના ગેસીફાયર લગાવેલા છે ત્યાં જઈને તપાસ કરાઈ રહી છે. આ શહેરનું જે એન્વાયરમેન્ટલ સ્ટેટસ છે તે સંતોષજનક નથી. સ્પ્રે ડ્રાયર છે તેમાંથી ધૂળ નીકળે છે જે પુરા શહેરમાં ફેલાયેલ છે. ડસ્ટ ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. ગેસીફાયરમાંથી જે વેસ્ટ પાણી નિકળે છે તેને ઘણા ઓછા પ્રમાણમાં ઉદ્યોગવાળા કંટ્રોલ કરે છે. રોડ ની બહાર જે ડ્રેનેજ છે ત્યાંથી વેસ્ટ બહાર કાઢવામાં આવે છે. પાનેલી ગામ પાસે વેસ્ટ નાખેલ છે જે બાજુમાં આવેલ પીવાના પાણીના તળાવમાં મળે છે. જેની અમે કાલે કલેક્ટરને આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ કરી દેવામાં આવી છે. આજે રફાળેશ્વર ગયા હતા ત્યાં રોડની સાઈડમાં વેસ્ટ નાખેલ છે આ બધા પર કંટ્રોલ કરવાની જરૂર છે. એક મહિનામાં રિપોર્ટ કરવાનો છે જેટલી ફેકટરીઓની વિઝિટ કરવાની છે તે કરશું અને ત્યાર બાદ રિપોર્ટ તૈયાર કરી ટ્રિબ્યુટ ને આપવામાં આવશે.
આમ મોરબી પ્રદુષણ મામલે આવેલી એનજીટીની તપાસ સમિતિનીની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકવનારી વિગતો બહાર આવી છે. હાલતો સમિતિ દ્વારા હજુ તપાસ ચાલુ છે. અને તપાસ બાદ આ અંગેનો રિપોર્ટ સમિતિ એક મહિનાની અંદર ટ્રિબ્યુટને સોપશે અને સમિતિ દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવશે તેના આધારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સીરામીક ઉદ્યોગમાં વાપરવામાં આવતા કોલ ગેસીફાયર પ્લાન્ટ વાપરવા કે તેમાં સુધારા વધારા કરવા તે અંગે નિર્ણય કરશે.

 

 

- text