માળીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતી મીઠાની વોશરીઓ

- text


ગેરકાયદે ચાલતી વોશરીથી નાના અગરિયાઓ પરેશાન : પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આંખ મિચામણા

માળીયા (મી) : માળીયા તાલુકામાં જાયન્ટ મીઠા ઉદ્યોગો દ્વારા પ્રદુષણ બોર્ડની ઐસી-તૈસી કરી ગેરકાયદેસર રીતે મીઠાની વોશરી ચાલુ કરાતા નાના અગરિયાઓને સહન કરવાનો વારો આવ્યો છે
જાણવા મળતી વિગતો મુજબ માળિયા તાલુકામાં વિકાસ પામેલ મીઠા ઉદ્યોગો જાણે પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું કોઈ જ અસ્તિત્વ ન હોય તે રીતે સરેઆમ સરકારના નિયમોનું ઉલંઘન કરી બે બેરોકટોક વોશરીઓ ચલાવી નાના અગરિયાઓ ને નુકસાન પહોંચાડી રહ્યા છે.આ વિસ્તારમાં આધુનિક રીતે પ્લાન્ટમાં મીઠું વોશ કરવા માટે અંદાજે પચ્ચીસ જેટલી વોશરીઓ ચાલી રહીં છે પરંતુ કોઈ જ ઉદ્યોગકારોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી લીધી હોય એવું જાણવા મળેલ નથીં,જેના કારણે સરકારી તંત્ર ને પણ આર્થિક નુકશાન થઈ રહ્યુ છે.
જો કે ભારત સરકારે મીઠા ઉદ્યોગો ને પ્રદુષણ મુક્ત જાહેર કરેલ છે.પરંતુ વોશરીઓની પરવાનગી લેવી જરૂરી છે.કોઈ પણ કારખાના ધારકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની મંજૂરી લઈને જ વોશરી ચાલું કરવાની હોય છે પરંતુ અહી તો કોઈ પૂછનાર જ નથી.અને પ્રદુષણ બોર્ડ પણ પગલાં ભરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.
જો આ બાબત માં સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો ઉદ્યોગકારો ને પણ કાયદાનું અસ્તિત્વ છે તે ખબર પડે.અંતમાં માળીયા તાલુકા અગરિયા મીઠા ઉત્પાદક સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર ની વોશરીઓ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text

- text