આવનારા દિવસોમાં અમેરિકામાં સીરામીક પ્રોડક્ટ નિકાસની વિશાળ તક

- text


અમેરિકા સાથે સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરાશે : મોરબી સીરામીક એસોશિયેશન

વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોનું અમેરિકામાં જોરદાર પ્રમોશન

- text

મોરબી : જેમ જેમ દિવસ નજીક આવતા જાય છે તેમ વાઇબ્રન્ટ સિરામિક એક્સપો 2017 નો પ્રચાર પ્રસાર આક્રમક બનતો જાય છે. ઓક્ટાગોન કોમ્યુનિકેશન અને મોરબી સિરામિકસ એસોસિએશન આયોજિત અને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત આ એક્સ્પો ના પ્રમોશન માટે અસોશિયેશનના પ્રમુખ શ્રી કે જી કુંડારિયા અને વિશાલ આચાર્ય સહિતની ટીમ અમેરિકા ખાતે પહોંચી છે. જ્યાં અમેરિકાના સિરામિક ઉદ્યોગના પ્રમુખ આસોશિએશનો સાથેની તેમની મુલાકાતો ફળદાયી નીવડી છે. ત્યારે વાઈબ્રન્ટ સીરામીકના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું વતું કે હવે “એ દિવસો દૂર નથી જેમાં ભારત થી ખુબ વિપુલ પ્રમાણ મા સિરામિકસ નું એક્સપોર્ટ અમેરિકામા થતું હશે.”
જ્યારે વાઇબ્રન્ટ સેરમીક એક્સપોના અમેરિકામાં પ્રમોશન દરમિયાન મોરબી સીરામીક ઉધોગના વિકાસ અને ડેવલપમેન્ટ માટે અનેક મહત્વની બાબતો સામે આવી છે. જેમાં અમેરિકાના સીરામિક્સ ટાઇલ્સ એજ્યુકેશન ફાઉન્ડેશને (CTEF) મોરબી સિરામિકસ એસોસિયેશન સાથે સ્કીલ અને ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવા માટે ખૂબ તત્પરતા દાખવી છે, તેમજ ટાઇલ્સ કાઉન્સિલ ઓફ નોર્થ અમેરિકાએ તેના સભ્યો દ્વારા ભારતથી ટાઇલ્સ આયાત કરવા માટે સહમતી દર્શાવી છે. તેના સભ્યો ની એક કોન્ફરન્સ વાઇબ્રન્ટ સિરામિકસ એક્સ્પો 2017 ખાતે યોજાઇ તેવા ઉજળા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા હોવાનું શ્રી કે. જી. કુંડારિયાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત અમેરિકાનું નેશનલ ટાઇલ્સ કોન્ટ્રાકટર આસોશિયેશન સમગ્ર અમેરિકા ના બહોળી સંખ્યા ના કોન્ટ્રાકટર સભ્યો ધરાવતું એસોસિએશન છે. જેઓ સમગ્ર વિશ્વમાથી ટાઇલ્સ આયાત કરે છે. તેમણે ખૂબ ઉષ્મા પૂર્વક વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પોનું આમંત્રણ સ્વીકાર્યું છે.
તેમજ અમેરિકાના 85% થી વધુ આયાતનું પ્રતિનિધિત્વ કરતું સિરામિકસ ટાઇલસ ડિસ્ટ્રીબ્યુશન ઍસોસિએશન ઘણા સમયથી વાઇબ્રન્ટ સિરામિકસ ના આયોજકોના સંપર્કમા છે. તેઓ એક ટ્રેડ મિશન લઈ વાઇબ્રન્ટ સિરામિકસની મુલાકાતલે તે માટે હકારાત્મક પ્રયત્નો બંને પક્ષે થઇ રહ્યા છે.આમ વાઇબ્રન્ટ સિરામિક એક્સપોના અમેરિકાના પ્રોમોશન દરમિયાન મોરબીના સીરામીક ઉદ્યોગ માટે અતિ મહત્વની અને હકારાત્મક બાબતો સામે આવી છે.

- text