સનહાર્ટ ગ્રુપનો ચાલુ વર્ષ 300 કરોડનો વિદેશ વેપાર : સીએમ દ્વારા વિશેષ સન્માન

- text


છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના 65 દેશોમાં વ્યાપાર થકી દેશને કરોડોનું હૂંડિયામણ કમાવી આપ્યું : ચાલુ વર્ષ 300 કરોડનો વિદેશ વેપાર : ન્યુયોર્ક, ઇટાલી, સ્પેન અને દુબઈમાં સનહાર્ટ સિરામિકના શોરૂમ ખુલશે

મોરબી : વિદેશમાં વ્યાપાર કરી વર્ષે દહાડે ૧૫૦ કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ કમાઈ લાવનાર મોરબીની સનહાર્ટ સિરામિક કંપનીનું દેશમાં કરોડોનું વિદેશી હૂંડિયામણ લાવવા બદલ તાજેતરમાં સીએમ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષ 300 કરોડનો વિદેશ વેપાર કરનાર સનહાર્ટ ગ્રુપ હવે ટુક સમયમાં જ અમેરિકા ગલ્ફ અને ઇટલીમાં પોતાના શોરૂમ ખોલવામાં આવનાર છે.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાઈ લાવવા બદલ મોરબીના ત્રણ સિરામિક એકમોનું સન્માન કરવામાં આવ્યા હતું જે પૈકી સનહાર્ટ સીરામીક કંપનીનું પણ સન્માન કરાયું હતું. આ તકે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં સનહાર્ટના યુવા મેનેજીંગ ડાયરેક્ટર હાર્દિકભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે કંપની પોતાના વિદેશ વ્યાપારની ઉત્તેજન આપવા ટુક સમયમાં જ અમેરિકાના ન્યુયોર્ક, સાઉદી અરેબિયામાં દુબઇ, ઇટાલી અને સ્પેનમાં કંપની પોતાના શોરૂમ ખોલવા જઈ રહી છે.
હાર્દિકભાઈ વરમોરાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી તેમની સનહાર્ટ સિરામિક કંપની ટાઈલ્સની જુદી જુદી કેટેગરીમાં વિદેશમાં વ્યાપાર કરી ઉતરોતર વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ કરી રહી છે. ગત વર્ષે સનહાર્ટ દ્વારા 150 કરોડ રૂપિયાનો વિદેશ વ્યાપાર કરાયો હતો જે ચાલુ વર્ષે ઓગષ્ટ માસ સુધીમાં ૩૦૦ કરોડનો આંક વટાવી ચૂકયો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં વિદેશમાં વ્યાપારની તક જોતા સનહાર્ટ સિરામિક કંપની ટુક સમયમાં જ ન્યૂયોટક, સ્પેન, ઇટલી અને દુબઈમાં કંપનીના પોતાના શોરૂમ ખોલવા નક્કી કર્યું છે જ્યાં સનહાર્ટની તમામ પ્રોડક્ટ એક જ સ્થળે મળશે.
અંતમાં સનહાર્ટ સિરામિકના હાર્દિકભાઈએ ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદેશ વ્યાપાર બદલ એમનું જે સન્માન કરવામાં આવ્યું છે. તેનાથી અમારો જુસ્સો વધ્યો છે અને આવનાર દિવસોમાં ગુજરાત સરકારના સાથ સહકારથી બમણા જોશ થઈ અમે વિદેશી હૂંડિયામણ કમાંશુ.

- text

- text