મોરબીના વિદ્યુત સ્મશાનગૃહમાં 65 લાખના ખર્ચે ગેસ આધારીત ભઠ્ઠી બનશે

- text


લોકોમાં નેત્રદાન અંગે જનજાગૃતિ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવાશે

મોરબી : દિવસે-દિવસે વિકસી રહેલા મોરબી શહેરમાં હવે સ્મશાનગૃહમાં પણ ટ્રાફિક વધવા લાગતા મોરબીના લીલાપર સ્મશાન ગૃહમાં ટુક સમયમ જ વિદ્યુત સ્મશાન ગૃહની સાથે સાથે ગેસ આધારિત સ્મશાનગૃહ કાર્યાન્વિત થશે. ટ્રસ્ટ દ્વારા રૂ.65 લાખના ખર્ચે આ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડપર નગરપાલિકાએ જગ્યા ફળવતા શાંતિવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અદ્યતન સ્મશાનગૃહનું નિર્માણ કાર્ય હાથ ધરી રૂ.28 લાખના ખર્ચે વિદ્યુત સ્મશાનગૃહ શરૂ કર્યું હતું ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અગ્નિદાહમાં લાકડાનો વપરાશ બંધ કરાવી પર્યાવરણનું જતન કરવાનો હતો અને આજે આ પર્યાવરણ બચાવવાની ઝુંબેશને કારણે દિવસે દિવસે લોકોમાં જાગૃતિ આવી છે શરૂઆતમાં અહીં પ્રતિમાસ પાંચેક મૃતદેહોને અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા પરંતુ આજે પ્રતિમાસ 55 જેટલા સદગતોને વિધુત સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપવામાં આઈ રહ્યો છે.
દરમિયાન કેટલીક વાર એક સાથે ત્રણ-ત્રણ મૃતદેહો એક જ સમયે આવતા હોવાથી અંતિમવિધિમાં વિલંબ થતો હોય ટ્રસ્ટીઓ દ્વારા રૂ.65 લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાનગૃહ બનાવવા નિર્ણ કર્યો છે અને આગામી બે માસમાં આ નવું સ્મશાનગૃહ વિધુત સ્મશાનગૃહની બાજુમાં જ કાર્યરત થઈ જશે.
દરમિયાન લોકોમાં નેત્રદાન અંગે જનજાગૃતિ આવે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મબનાવવામાં આવનાર છે જેને પ્રાર્થના સભા સમયે અંતિમવિધિમાં આવતા લોકોને દેખાડવામાં આવશે.

- text

- text