મોરબી : વધુ ૩૭૦ એકર જમીનને બિનખેતી મંજૂરી આપતી કારોબારી

૮ વિરોધીઓ પૈકી એક જ સભ્ય કારોબારીમાં દેખાયા : મહેશ રાજકોટિયાએ કહ્યું હું ક્યાંય વિરોધમાં નથી

મોરબી : ભારે સસ્પેનશન વચ્ચે મળેલી મીરબી જિલ્લા પંચાયતની આજની કારોબારીમાં ખુલમ ખુલા બગાવત કરનાર સભ્યો પૈકી એક માત્ર સભ્ય જ ડોકાયા હતા અને બગાવતમાં જેમનું નામ આવ્યું હતું તેવા મહેશ રાજકોટિયા અસંતોષ થઈ અલગ થયા હતા.
પ્રાપ્ત વિગ્યો મુજબ ગત.તા.19 નારોજ જિલ્લા પંચાયતના અનેક સભ્યોને એજન્ડા રજાના કારણે ન મળતા કારોબારી મુલતવી રહી હતી જેમાંના 8 સભ્યોએ કારોબારી ચેરમન પર ભ્રષ્ટચારના આરોપ લગાવી કારોબારી મુલતવી રાખી હતી અને બાદમાં જિલ્લા પંચાયતના 8 સદસ્યોએ બિનખેતીમા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી કોંગ્રેસના સાશનમાં 14 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લગાવી ખળભળાટ મચાવ્યો હતો.
દરમીયાન આજે મળેલી કારોબારી બેઠકમાં નવા જુની થવાના સંકેતો વચ્ચે કારોબારી સમિતિ દ્વારા બિનખેતીની 106 ફાઇલ ક્લિયર કરી 370 એકર જમીન બિનખેતી કરવામાં આવી હતી.
આજ ની કારોબારી સમિતિની બેઠકમાં રહેણાંક હેતુ માટે 33 ,કોમર્શિયલ 10, અને 63 પ્રકરણો ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવા મુકવામાં આવ્યા હતા જેને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આજની કારોબારી બેઠકમાં તમામ ગ્રામપંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ મુકવાની દરખાસ્ત મંજુર કરી ટંકારા,તીથવા,આમરણ સહિતના સીએચસી પીએચસી સેન્ટરને સ્વચ્છતા એવોર્ડ અપાયા હતા.
વધુમાં આજની કારોબારી માં નવા જુની ના એંધાણો વચ્ચે મહેશ રાજકોટિયા દ્વારા પોતે શાસકોના વિરિધમાં ન હોવાનું જણાવ્યું હતું. જયારે વિરોધી સભ્યો પૈકી ફક્ત એક જ સદસ્ય કારોબારીમાં આવી પોતાને મિટિંગ અંગે મોડી જાણ થયાની રેકર્ડ વગાડી હતી પરંતુ કારોબારી બેઠક યથાવત ચાલુ રહી હતી.