આજે મોરબીમાં પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલની હાજરીમાં વિજય ટંકાર સંમેલન

- text


મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટમાં સભા : બાઈક રેલી નું આયોજન

મોરબી : વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા રાજ્યભરમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજવા નક્કી કરાયું છે જે અંતર્ગત આજે મોરબીમાં પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની હાજરીમાં વિશાળ સભા અને બાઈક રેલીનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિજય ટંકાર યુવા સંમેલન અંતર્ગત બાઇક રેલીનું આયોજન છે જે દરબારગઢથી બપોરે ૪.૦૦ કલાકે પ્રારંભ થનારી આ રેલી મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કામધેનુ પાર્ટી પ્લોટ પર પહોંચશે
બાદમાં સાંજે ૫.૩૦ કલાકે ડો. ઋત્વિજભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના પ્રવચન બાદ ભોજન સમારોહનું આયોજન છે આ તકે મોરબી શહેર, મોરબી તાલુકા, માળીયા(મી.) શહેર, માળીયા (મી.) તાલુકાના ભાજપના તમામ મોરચાના સર્વે પૂર્વ તથા વર્તમાન હોદ્દેદારો, પૂર્વ તથા વર્તમાન કાઉન્સિલરો, જી. પંચા. તા. પંચા. સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, તમામ સક્રિય ભાઈઓ બહેનો હાજર રહેશે.
જયારે પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલનો મોરબીમાં વિરોધ કરવાની પાસના આગેવાનોએ ચીમકી આપ્યા બાદ હાલ મોરબીના તમામ પાસના આગેવાનોને નજર કેદ કરી લેવામાં આવ્યા છે.

- text

 

- text