વરસાદ : મોરબી જિલ્લામાં 1થી 2.5 ઇંચ : મચ્છુ 2 ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલાયા

- text


રાત્રીના હળવદમાં 2.5 ઇંચ : વાંકાનેરમાં 2 અને મોરબી, ટંકારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો

મોરબી : ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાત્રે માળીયા તાલુકાને બાદ કરતાં મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ વચ્ચે એકથી અઢી ઈંચ પાણી વરસાવ્યું છે.

જિલ્લા કલેકટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં હળવદમાં ૬૨ મિમી, માળીયામાં ૦૦, મોરબીમાં ૩૫ મિમી, વાંકાનેરમાં ૪૭ મિમી અને ટંકારામાં ૩૯ મિમી વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ગઈ કાલ રાત્રે વતવારણમાં અચાનક પલટા બાદ વરસાદ શરૂ થયો છે. જે હજુ પણ ચાલુ છે. આજ સવારના 6 વાગ્યા સુધીમાં હળવદમાં 2.5 ઇંચ, વાંકાનેરમાં 2 ઈંચ અને મોરબી, ટંકારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જોકે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 3 થી 4 ઈંચ ભારે વરસાદ પડયાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આ ઉપરાંત ચોટીલા પંથકમાં સારો વરસાદ પડતાં મચ્છુ 1 ડેમમાં પાણી આવક વધતા આ પાણી મચ્છુ 2 ડેમમાં આવતા હાલ મચ્છુ 2 ડેમ માંથી પાણી છોડવાની ફરજ પડી છે. હાલ ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલી 12950 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ડેમમાં પાણી આવકમાં વધારો થવાની શક્યતાઓ છે. જેથી મચ્છુ 2 માંથી હજુ વધુ પાણી છોડવું પડે તેથી લોકોએ નદીના પટ વિસ્તારમાં ન જવાની સચુના આપવામાં આવી છે.
જ્યારે ટંકારાના ડેમી-૨ ડેમના પણ ૬ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે.
વરસાદ અપડેટ
29 ઓગસ્ટ 2017 : સવારે 6 થી 8 વાગ્યા સુધી

- text

હળવદ : 00 mm 

માળીયા મિયાંણા : 29 mm
મોરબી : 01 mm
ટંકારા : 06 mm
વાંકાનેર : 00 mm
@morbiupdate

- text