માળિયા(મિ)માં ઘરમાં ઘુસી ૧.૮૨ લાખની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : માળિયા (મિ) તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગત રાત્રે ૪ શખ્સો ઘરમાં આવીને ફરિયાદની ધોકા વડે માર મારી ઘરમાં રહેલ ૪ ઘડીયાર, એક મોબાઈલ, તેમજ ૧.૮૦ લાખની રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ માળિયા(મિ)માં ખોજા જમાતખાના પાછળ રહેતા મીનાજબેન સાહ્બુદીનભાઈ ખોજા ગઈ કાલે રાત્રે પોતાના ઘરે એકલા હતા, તે દરમિયાન આરોપી મહેશ અને ફારુક દિલાવર જેડા તથા બે અજાણ્યા શખ્સો ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી મીનાજબેનને ધોકા વડે માર મારી ઘરમાં રહેલ ઘડીયાર નંગ ૪ કિમત રૂ. ૧૬૦૦, એક મોબાઈલ ફોન કિમત.૫૦૦ તેમજ રૂ.૧,૮૨,૦૦૦ રોકડ આમ કુલ ૧,૮૨,૦૦૦ મુદામાલની લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવની માળિયા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઈ જે.ડી.ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text