૪૫૦ કરોડથી વધુ વિદેશી હૂંડિયામણ ખેંચી લાવનાર મોરબીની લેક્સસ સહિતની કંપનીઓનું સન્માન કરતા મુખ્યમંત્રી

મોરબીની લેક્સસ, વરમોરા અને સનસાઇન સિરામીક કંપનીના યુવા એક્સપોર્ટરોનું રાજકોટમાં બહુમાન કરાયું

મોરબી : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં વેપાર કરી માતબર વિદેશી હૂંડિયામણ કમાવા બદલ ગઈકાલે રાજકોટ ખાતે એક્સપોર્ટરોનું સન્માન કરવાના કાર્યક્રમમાં મોરબીની લેક્સસ ગ્રેનેટો, વરમોરા ગ્રેનેટો અને સનસાઇન ટાઇલ્સ કંપનીનું વિદેશમાંથી રૂપિયા ૪૫૦ કરોડથી વધુ હૂંડિયામણ ખેંચી લાલવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં એક્સપોર્ટ બિઝનેસ કરતા સહસિકોમાં જે ઉદ્યોગ કે એક્સપોર્ટ હાઉસ દ્વારા રૂપિયા ૧૨૫ કરોડથી વધુ વિદેશી હૂંડિયામણ કમાઈ લાવ્યું હોય તેવા એક્સપોર્ટ બિઝનેસમેનનું સન્માન કરવાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો આ કેટેગરીમાં કુલ ૩૨ એક્સપોર્ટરોનો સમાવેશ થયો હતો જેમાં એકલા મોરબી જિલ્લામાંથી ત્રણ એક્સપોર્ટ હાઉસનો સમાવેશ થયો હતો.
આ સન્માન સમારોહમાં મોરબી સીરામીક ઉદ્યોગના લેક્સસ ગ્રેનેટો કંપનીના હિતેશભાઈ દેત્રોજા,વરમોરા ગ્રેનેટના હિરેનભાઈ વરમોરા અને સનસાઇન ટાઇલ્સના હાર્દિકભાઈ વરમોરાનું આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બહુમાન કરી વિદેશમાંથી ૪૫૦ કરોડથી વધુ હૂંડિયામણ કમાઈ આવવા બદલ ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ ખાતે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં સાંસદસભ્ય અને મોરબીના વતની મોહનભાઇ કુંડારીયા પણ ખાસ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સપોર્ટ ક્ષેત્રે સન્માન મેળવનાર લેક્સસ સિરામિક કંપની તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટેડ થઈ છે. અને શેરબજારમાં આવતાની સાથે જ લેક્સસ કંપનીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.