પોલીસ સમન્વય પરિવાર દ્વારા ઉકાળા વિતરણ : 1400 લોકોએ લાભ લીધો

મોરબી : પોલીસ સમન્વય મોરબી દ્વારા આજે વાત્સલ્ય ફાઉન્ડેશન, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, રવાપર ગ્રામ પંચાયતની ટીમના સહયોગથી ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું જેનો 1400 લોકોએ લાભ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી પોલીસ સમન્વય દ્વારા જુદી જુદી સંસ્થાના સહયોગથી તારીખ 1 સપ્ટેમ્બર એટલે કે પાંચ દિવસ માટે સવારે 9 થી બપોર ના 1 વાગ્યા સુધી ઊકાળા નુ વિતરણ ચાલુ કર્યું છે.
મોરબી પોલીસ સમન્વય ટીમ દ્વારા સંક્રામક રોગ (સ્વાઇન ફ્લુ) ઊકાળા વિતરણ કરવા મા આવતા આજે રવાપર ગામના સરપંચ તથા ડૉ પરેશભાઈ પારીયા સહિત 1400 લોકોએ સેવન કર્યુ હતુ. આજે સવારે 9 થી બપોર ના 1 વાગ્યા સુધી રવાપર કેનાલ ચોકડી તથા રવાપર ગ્રામ પંચાયત ખાતે વીના મૂલ્યે ઊકાળા નુ વિતરણ કરવા મા આવ્યુ હોવાનું પોલીસ સમન્વય ટીમના મોરબી પ્રેસિડન્ટ સુરેશભાઈ સાકરીયાની યાદીમાં જણાવાયું છે.