સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર અઠંગ ચોર ગેંગને ઝડપી લેતી મોરબી પોલીસ

- text


તસ્કર ગેંગમાં ૬ શખ્સો મોરબીના અને એક જામનગરનો રીઢો ગુનેગાર સકંજામાં:૧૩ મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદામાલ કબજે કરતી પોલીસ

- text

મોરબી : કોઈપણ વ્યક્તિને વાતો માં ફસાવી નજર ચૂકવી મોબાઈલ તફડાવી વેચી મારતી ગેંગના સાત શખ્સોને ઝડપી લેવામાં મોરબી એલસીબી ને મોટી સફળતા મળી છે. છ મોરબીના અને એક જામનગરનો શખ્સ મળી ગોરખધંધા આચરનાર આ શખ્સો પાસેથી પોલિસે ૧૩ મોબાઈલ,૧ લેપટોપ અને ચોરીના કામે ઉપયોગમાં લીધેલ સીએનજી રીક્ષા પણ કબજે લેવામાં આવી છે.
મોરબી એલસીબીએ આજરોજ પત્રકાર પરિષદ યોજી તસ્કર ગેંગને પકડ્યા અંગેની વિગતો જાહેર કરી હતી જેમાં રાજકોટ,વાંકાનેર અને મોરબીમાં લોકો નું ધ્યાન ચૂકવી મોબાઈલ લેપટોપ ઉઠાંતરી કરી વેચી મારવાની સાથે સાથે રાજકોટમાં ૫ કિલો ચાંદીની ચોરી પણ કબુલ કરી હોવાનું જાહેર કર્યું હતું.
પોલીસે પકડી લીધેલા અઠંગ ચોરોમાં મોરબીના ૬ શખ્સો સામેલ છે જેમાં વિશિપરના શાહરુખ ખાન ફિરોજખાન પઠાણ,આરીફ મુસાભાઈ કુરેશી,સલીમ ઉર્ફે રાહુલ ફિરોજખાન પઠાણ,મેહુલ રસિકભાઈ જોગીયાણી,રસુલ અલ્લાઉદીનભાઈ પઠાણ અને સલીમ ઉર્ફે સની ઇશાકભાઈ શેખ તેમજ આ તમામનો મુખ્ય લીડર કે જે અગાઉ અનેક ચોરીમાં સંડોવાયેલ હોવા ઉપરાંત જેલની સજા કાપી ચુક્યો છે તેવા જામનગરના એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ શેખની પોલીસે અટકાયત કરી વધુ ગુન્હાઓના ભેદ ખોલવા રિમાન્ડ મેળવવાં તજવીજ હાથ ધરી છે.

- text