મોરબીમાં પાવડીયારી મેલડી માતાના મંદિરે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજયો

મોરબી : મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તથા લાયન્સ કલબ ઑફ મોરબીના સંયુકત ઉપક્રમે ઋષિપંચમી દિન નિમિતે જેતપર રોડ પર આવેલા પાવડીયારી મેલડી માતાના મંદિરે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં તડાવની પાર પાસે વડ, પારાસ પીપડો, સવન, કરંજ તથા લીમડાના 25 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ રોપાના રક્ષણ માટે તેના ફરતે લોખંડની જારીવાળા પીંજરા પણ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચિત્રા હનુમાનજી મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરીયા, લાયન્સ કલબ ઓફ મોરબીના પ્રમુખ ભીખાભાઇ લોરિયા તેમજ બંને ટીમના સેવાભાવિ સભ્યો દ્વારા “પર્યાવરણ બચાવો”ના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.