મોરબીમાં રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની યાદમાં સ્મૃતિવંદના કાર્યક્રમ યોજાયો

તજજ્ઞોનું વક્તવ્ય, લોક સાહિત્ય, લોક ડાયરો, લોક ગીતો અને ઝવેરચંદ મેઘાણીના કાવ્યો અને લોકગીતોનું પઠન સહિતના કાર્યક્રમ યોજાયા હતા

મોરબી : મોરબીમાં યુબા પેઢીને સાહિત્ય સાથે જોડવાનું ભગીરથ કામ કરતી સંસ્થા સાહિત્ય સ્પંદન પરિવાર મોરબી દ્વારા જાણીતા લોકસાહીત્યના ધબકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 121 મી જન્મજયંતી નિમીત અત્રેની પી.જી.પટેલ કૉલેજ ખાતે મેઘાણી સ્મૃતિવંદના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તજજ્ઞોનું વક્તવ્ય, લોક સાહિત્ય, લોક ડાયરો, લોક ગીતો અને ઝવેરચંદ મેઘાણીના કાવ્યો અને લોકગીતોનું પઠન સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
લુપ્ત થતા સાહિત્યના કલા વારસાને જાળવી રાખવા માટે મોરબીની સાહિત્ય સ્પંદન સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં દર મહિનાના પ્રથમ રવિવારે સરદારબાગમાં યુવાનોમાં પુસ્તક વાંચન વધે તે માટે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ સંસ્થા દ્વારા લોકસાહિત્ય કલાને જીવંત રાખવાની ઉદાત્ત ભાવના સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદમાં સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેઘાણી સ્મૃતિ વંદના કાર્યક્રમની શરૂઆત પ્રખર વક્તા અનિલભાઈ કંસારાએ છટાદાર વક્તવ્ય આપી ઈતિહાસને જીવંત કર્યો હતો. અનિલભાઈ કંસારાએ પોતાની આગવી અદામાં ઇતિહાસમાં ક્રાંતિકારી શહીદોની સાથે ક્રાંતિકારી શાયર ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓનું યોગદાન યાદ કરાવી આજની યુવા પેઢીને માર્મિક સંદેશો પાઠવ્યો હતો. આ તકે મોરબીના જાણીતા અને યુવા લોકસાહીત્યકાર અશ્વીનભાઈ બરાસરા તથા સિદ્ધ ચારણે દુહા-છંદ અને કવી ઝવેરચંદ મેંઘાણીએ લખેલી રચનાઓને સુર આપી ઉપસ્થિતિ પ્રેક્ષકો ના મન મોહી લીધા હતા.
કાર્યક્રમના અંતમા મોરબી ના રહેવાસી પ્રખ્યાત હાસ્યકલાકાર દેવેનભાઈ વ્યાસે પોતાનો હાસ્ય રસ પીરસી લોકસાહીત્ય ત્થા કવીઓનુ મહત્વ સમજાવી કલા ને જાગૃત રાખવા યુવાનો ને પ્રોત્સાહીત કર્યા હતા. આ કાર્યક્રમમાં બ્હોળી સંખ્યામા લોકસાહીત્યના રસીયાઓ કાર્યક્રમના અંત સુધી હાજર રહી કાર્યક્રમને રોમાંચ પૂર્ણ રીતે માણ્યો હતો. કાર્યક્રમમાં સાહિત્ય રસિક હંસરાજભાઈ ગામી, રવિન્દ્ર ભટ્ટ, જીતુભાઇ ઠક્કર, કિશોરભાઈ શુક્લ, પ્રમોદસિંહ રાણા, સહદેવસિંહ ઝાલા, દિનેશ ગઢવી, જેતપરીયા સાહેબ, તેમજ સ્કૂલ સંચાલકો, શિક્ષકો અને મોટી સઁખ્યામા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયારે મોરબીની જનતાને આ સુંદર કાર્યક્રમ આપનાર સાહિત્ય સ્પંદન પરિવારના ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુદ્ધદેવ, નીરવ માનસેતા, જનાર્દન દવે, રાહુલ વ્યાસ, રૂપેશ પરમાર સહિતના કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગે આવા કાર્યક્રમો ટીકીટ લેવા મા આવતી હોય છે પરંતુ સ્પંદન પરિવાર દ્વારા લોકોમાં સાહિત્ય પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમમા કોઈ ટીકીટ કે એન્ટ્રી ફી રાખી ન હોવાથી કલા રસિક જનતાએ સાહિત્ય સ્પંદન સંસ્થાનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.