યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

આપવાના આનંદ સૂત્ર મુજબ અનાથાશ્રમના બાળકોને સ્કાય મોલમાં અને રેસ્ટોરન્ટમાં જમાડી મોજ કરાવી

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી તેમજ સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો. આ મુજબ આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના પુત્ર મયંકના જન્મ દિવસે અનાથાશ્રમના બાળકોને સ્કાય મોલમાં મોજ કરાવવામાં આવી હતી.
દેવેનભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર ચિ.મયંક ના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબીના વિકાસ વિધાલયના અનાથ આશ્રમની બાળાઓને આજે અનેરો આનંદ આપવાના ઉદેશથી તેઓને સ્કાય મોલ શનાળા રોડ પર લઈ જઈ તેમને આધુનિક રેસ્ટોરેન્ટમાં નાસ્તાની લિઝત લેવડાવી સ્વાદની સાથે જીવનધોરણમાં સુધારા થાય તેઓ જીવનશેલી અનુરૂપ આવશ્યક વર્તન શીખે તેવા હેતુથી તથા અનેરો આનંદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મારા પુત્ર ચિ.મયંક માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આપણા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભિયર્થના સાથે આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મિત્રો આ સતકાર્યમાં હાજર રહેતા દેવેનભાઈ રબારીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.