મોરબી દશનામ ગૌસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો 3જી સપ્ટેમ્બરે સન્માન સમારોહ યોજાશે

મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના કે.જી.થી કોલેજ સુધીના વિધાર્થીઓનીસન્માન સમારોહ તા.૩ ને રવિવારે સાંજે ૪ થી ૮ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે યોજાશે.આ સન્માન સમારોહમાં સંતો-મહંતો,રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.તેમજ સન્માન સમારોહ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવમાં આવ્યું છે.આ સન્માન સમારોહમાં સર્વ ગોસ્વામી પરિવારને ઉપસ્થિત રહેવા સમસ્ત દશનામ ગોસ્વામી મંડળના પ્રમુખ ગુલાબગીરીની યાદીમાં જણાવ્યું છે.