લંડનમાં યોજાયેલ રિયલ એસ્ટેટ ડેવલોપર મિટિંગમાં વાઈબ્રન્ટ સીરામીક એક્સપોનું પ્રમોશન

- text


મોરબી : મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ લંડન ખાતે યોજાયેલ રિયલ એસ્ટેટ ડેવલોપર્સની આંતરરાષ્ટ્રીય બેઠકમાં વાઈબ્રન્ટ સીરામીક એક્સપોનું પ્રમોશન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરેમીકસ એસો. ના પ્રમુખશ્રી કે. જી. કુંડારીયાએ લંડન ખાતે યોજાલાયેલ નાટકોન ઓફ ક્રેડાઈ એટલે કે નેશનલ કોન્ફરન્સ ઓફ કંફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપરસ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં મોરબી સીરામીક એસોસિયેશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા નવેમ્બર 2017માં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વાઈબ્રન્ટ સીરામીક એક્ઝિબિશનના પ્રમોશન માટે ૧૦ થી ૧૨ ઓગષ્ટ હાજરી આપી હતી. જ્યાં સમગ્ર દેશના ૮૦૦ વધારે બિલ્ડરો હાજર હતા.
આ તકે એસોસિએશન દ્વારા તેઓને ઓડીયો-વિડીયોથી વિસ્તૃત માહિતીથી અવગત કરવામાં આવ્યા. તેના વધુમાં વધુ મેમેબરો એકઝીબીશનની મુલાકાત લેશે. એક ફલક ઉપર દેશના બિલ્ડરોને મળવાનો સુંદર અવસર હતો. વધુમાં આ બેઠકમાં શ્રી કુંડારીયાની સાથે મહેન્દ્રસિંહ જાડેજા એકઝયુકેટિવ પ્રમોશન પણ હાજર રહયા હતા.

 

- text