ટંકારામાં ૧૫ દિવસમાં ફરી તસ્કરો ત્રાટકયા: પાંચ દુકાનના શટર તોડ્યા

- text


ટંકારા:ટંકારામા ગતરાત્રીના ફરી એક વાર પાંચ દુકાનોમા તસ્કરો ત્રાટકી શટર ઉચકાવી નાની-મોટી રકમની ચોરી કરી જતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ પંદર દિવસ પૂર્વે સાતમ-આઠમના તહેવારે તોડેલી દુકાનો તસ્કરોએ ફરી એકવાર તોડી સામાન વેર વિખેર કરી છુટક રૂ ની ચોરી કરી પોલીસ ને સિધો પડકાર ફેંક્યો છે.

- text

લતીપર ચોકડી પાસે ગતરાત્રીના શટર ઉચા કરી  લાતીના લાકડા અને અંદર ના ત્રણ શટર તોડી નાખ્યા હતા પરંતુ કાઈ હાથ ન લાગતા સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. આ ઉપરાંત બારૈયા એગ્રો. જય અંબે વેલ્ડિંગ, લક્ષ્મી નારાયણ મોબાઇલ ,લાતીનુ કારખાનું અને શૈલેષ મિસ્ત્રીની દુકાન ને નિશાન બનાવી નિશાચરો ચોરી કરી જતા આ મામલે વેપારીઓ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

- text