મોરબી : સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો મહાઆરતી સાથે પ્રારંભ : ગણપતિ કથાનું પણ આયોજન

- text


ધારાસભ્ય અમૃતિયા સહિતના આગેવાનોએ ગણેશજીની આરતીમાં જોડાયા : સિદ્ધિ વિનાયક કા રાજામાં ૨૭મીથી ગણેશ માહાત્મ્ય કથા

મોરબી: મોરબીના કેનાલ રોડ પર સ્થિત રામોજી ફાર્મમાં યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા પંડાલમાં 25મીથી મહાઆરતી સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાઆરાતીમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મુખ્ય આયોજક અરવિંદ બારૈયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો. આ સાથે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં મોરબીમાં પ્રથમ વખત આગામી તા.૨૭થી ગણપતિ માહાત્મ્ય કથાનું આયોજન કરાયું છે. ગણેશોત્સવમાં ગણપતિ કથાનું આ પ્રથમ આયોજન હોય ભવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે છેલ્લા નવ વર્ષથી યોજાતા ગણેશોત્સવમાં આ વર્ષે બે લાખ ચોરસમીટર જગ્યામાં સિદ્ધિ વિનાયક કા રાજા બિરાજમાન થયા છે જેમાં અનેરા આકર્ષણ રૂપે આ વર્ષે પંડાલમાં ગણેશ મહાત્મય કથાનું આયોજન કરાયું છે જેમાં તારીખ 27 થી વેદાંતચાર્ય ડો.દિલીપજી પૈજા ભગવાન શ્રીગણેશજીની કથાનું રસપાન કરાવશે.

- text

ગણેશોત્સવના આયોજન અંગે અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે આ ગણેશ માહાત્મ્ય કથામાં સિદ્ધિ વિનાયક ઉપાસના,ગણેશ જન્મોત્સવ, સિદ્ધિ વિનાયક અષ્ટોતરી લીલા,માતા પિતાને વંદન સહિતના પ્રસંગોની ભાવ ભેર ઉજવણી કરાશે.
આ ઉપરાંત સમાપન સમયે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવના પંડાલ માં ભવ્ય રોશની લાઇટિંગ ડેકોરેશનની સાથે પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે જેમાં મુંબઈના લાલબાગ કા રાજા ના નિર્માણકારો દ્વારા નિર્માણ થયેલ સિધ્ધિ વિનાયક કા રાજા ની પ્રતિમા અદભુત સ્વરૂપના દર્શન કરાવી રહી છે.

સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી વિશાળ જગ્યામાં યોજાનાર આ ગણેશોત્સવમાં બાળકોને મોજ પડે તે માટે અલાયદા મેદાનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેમાં બાળકો માટે મનોરંજન થાય તેવા સાધનો અને રાઈડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજક અરવિંદભાઈ બારૈયાએ અંતમાં જણાવ્યું હતું.

જયારે આ સાથે આ ભવ્ય ગણપતિ મહોત્સવનું જીટીપીએલ ચેનલમાં લાઈવ જોવા મળશે. સિધ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવ દરોજ રાત્રે 9.30 થી 10.30 લાઈવ ચેનલ નંબર ૫૫૧ ઉપર પ્રસારિત કરવામાં આવશે.

- text