લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા રૂરલ આઈ.ટી કવીઝ અને સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ યોજાયો

- text


મોરબી : મોરબી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં રૂરલ આઈ.ટી.કવીઝ અને નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2017નું આયોજન કરાયું હતું જેમાં મોરબીની જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત કરાય હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની વિશિ ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલ રૂરલ આઇટી કવીઝમાં પ્રથમ સ્થાને ઓમ શાંતિ ઇ.મી.સ્કૂલ, દ્વિતીય સ્થાને નિર્મલ વિદ્યાલય તથા ઓસેમ અને તૃતીય સ્થાને વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ અને ઓસેમ રહી હતી. એ જ રીતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2017 માં ડિજિટલ ઇન્ડિયા વિષય પર શ્રેષ્ઠ રજુઆત માટે નાલંદા વિદ્યાલય વિરપરને પ્રથમ સ્થાન મળ્યું હતું.જ્યારે ગ્રીન ઇન્ડિયા વિષય પર શ્રેષ્ઠ રજુઆત માટે ઓમ શાંતિસ્કૂલ અને સ્વચ્છ-ભારત અંતર્ગત સાર્થક વિદ્યાલય મોરબીની તૃતીય સ્થાન મળ્યું હતું.

 

- text