મોરબી જિલ્લામાં ખાદ્ય ચીજોમાં બેફામ ભેળસેળ : રોગચાળા સમયે જ ફૂડ વિભાગ નિષ્ક્રિય

- text


મોરબી શહેર – જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખાદ્ય સામગ્રીના નમૂના લેવા માંગણી

મોરબી : મોરબી શહેર તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને ઔષધ નિયમન એટલેકે ફૂડ વિભાગની લાપરવાહ નીતિના કારણે લોકોને વાસી અને મિલાવટ વાળો ખોરાક પીરસવમાં આવતો હોવાનું જણાવી ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા રોગચાળા સમયે અસરકારક કામગીરી કરવા મંગની ઉઠાવવામાં આવી છે.
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ગલીએ ગલીએ પાણીપુરી,ભૂંગળા બટેટા તથા અન્ય ખાણી પીણીના લારી,ગલ્લા ધમધમી રહ્યા છે જાહેર વેચાતી આવી ખાદ્ય સામગ્રી ટેસ્ટ કરવાની જેમની જવાબદારી છે તેવા ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ક્યારેય ચકાસણી કરવામાં આવતી નથી. વધુમાં મોરબી શહેર અને વાંકાનેર ,હળવદ,પડધરી ટંકારા વગેરે તાલુકામાં ભેળસેલે મઝા મૂકી છે ત્યારે ફૂડ વિભાગે તાત્કાલિક પગલાં ભરી આવી ભેળસેળ અટકાવી જોઈએ જેથી રોગચાળો કાબુમાં આવે. ઉપરાંત તેઓએ રજુઆત માં મોરબી જિલ્લામાં ધમધમતા મિનરલ વોટરના કારખાનાઓમાં પણ જન આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનું જણાવી તમામ કારખાનાઓના આઈએસઆઈ માર્ક તપાસી પગલાં ભરવા માંગણી કરી છે.

- text

- text