નાનીબરારમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

- text


માળિયા(મિ) તાલુકાના નાનીબરાર ગામમાં સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતું. જેમાં નાનીબરાર, મોટીબરાર, જસાપર, દેવગઢ, જુના દેવગઢ, જાજાસર અને સોનગઢની પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કુલ ૫ વિભાગમાં બાળ વિજ્ઞાનિકોએ કૃતિઓ રજુ કરી આધુનિક ખેતી, વાહન વ્યવહારની સમસ્યા નિવારણ, સ્વાઇનફલૂ ઉકાળો અને ગણિત મોડેલ જેવા વિષયોને આવરી લીધા હતા. પ્રદર્શનમાં નિર્ણયકની ભૂમિકામાં જયસુખભાઈ કેલા, અનિલભાઈ બદ્રકિયા અને કરમણભાઈ ચાવડા રહ્યા હતા. તેમજ તાલુકાના બી.આર.સી. અશોકભાઈ અવાડીયા, સી.આર.સી. ભરતભાઈ જાનવા, હરદેવભાઈ, તમામ આચાર્યો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text