છ નાયબ મામલતદારોની બદલી કરતા મોરબી કલેકટર

મવડા, અપીલ, જનરલ અને મહેસુલ શાખા સહિતના ના.મામલતદારોની બદલી

મોરબી : જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે જિલ્લા કલેકટર કચેરીની છ મહત્વપૂર્ણ બ્રાન્ચના નાયબ મામલતદારોની બદલી કરવા હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં નાયબ મામલતદારોને મળેલા પ્રમોશન બાદ ખાલી પડેલી જગ્યા તેમજ અન્ય બ્રાન્ચના નાયબ મામલતદારોની બદલી કરવા હુકમ કર્યો છે જેમાં અપીલ શાખામાં ફરજ બજાવતા જે.વી.કાવરને મહેસુલ-૧ ની ખાલી પડેલી જગ્યાએ મૂકી અપીલ શાખામાં ટંકારા ઇ-ધરા કેન્દ્રના પી.આર.ગંભીરને મુકવામાં આવ્યા છે.
એ જ રીતે નાયબ મામલતદાર મવડા ના નિખિલભાઈ જોશીને મહેસુલ-૨ નું ટેબલ સોંપાયું છે તેમની જગ્યાએ મવડા માં પી.એ.ટુ કલેકટર વી.પી.બારડને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસુલ-૨ના નાયબ મામલતદાર સુશ્રી બી.ટી.અકબરીને નાયબ મામલતદાર આયોજન ઉપરાંત ડુડા અને મનોરંજનનો હવાલો સોપાયો છે,અને નાયબ મામલતદાર ડિઝાસ્ટર કે.આર.ઝાલાને જનરલ શાખા ઉપરાંત ડિઝાસ્ટર શાખાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વી.પી.બારડ હાલ રજા પર હોય મવડાનો વધારાનો હવાલો નિખિલભાઈ જોશીને સોંપવામાં આવ્યો છે.