મોરબી એલસીબીએ 12 બોટલ અને બી-ડિવિઝન પોલીસે 6 બોટલ દારૂ પકડ્યો

- text


મોરબી. : મોરબી એલસીબી અને બી ડિવિઝન પોલિસે જુદા જુદા બે બનાવમાં 18 બોટલ દારૂ ઝડપી લીધો હતો.
પ્રથમ કિસ્સામાં એલસીબીને સંજયભાઈ મૈયડે વિશિપરા ફૂલછાબ મસ્જિદ વળી શેરીમાં દરોડો પાડી ઝાહીદ કારીમભાઈ કથરોટિયાના મકાનમાંથી રૂ.3600ની કિંમતનો 12 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો જોકે આરોપી પોલીસ ગિરફતમાં આવ્યો ન હતો આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે
જ્યારે બીજા બનાવમાં ગતરાત્રીના બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનજીભાઈ ખાટાણાએ ગેંડા સર્કલ નજીક થી નૈષધ ઉર્ફે લાલો ગિરધરભાઈ બસિયા.રે હાઉસિંગબોર્ડ વાળાને વિદેશી દારૂ ની 6 બોટલ,કઈ.રૂ.1800 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text