શ્રીલંકન સરકારને સિરામિક એક્સપોનું આમંત્રણ અપાયું

- text


બન્ને દેશો વચ્ચે વેપાર- વાણિજ્ય વધારવા પહેલ કરાશે

મોરબી: આગામી નવેમ્બર માસમાં યોજાનાર સિરામિક એક્સપોમાં શ્રીલંકાના વેપારીઓ હાજર રહેશે આજે સીરામીક એસોસિએશન દ્વારા શ્રીલંકાના કોમર્સ મિનિસ્ટરને વિધિવત આમંત્રણ આપાયું હતું.
કોલંબો ખાતે કોમર્સ મીનીસ્ટર શ્રી રીશાદ બાથીયુદીન – મીનીસ્ટરી ઓફ ઇન્ડસ્ટરી એન્ડ કોમર્સ – શ્રીલંકા ને વાયબરન્ટ સિરામીક એક્સપો -સમીટ -૨૦૧૭ નું આમંત્રણ અને એકસીબીસન ની માહીતી આપી જેમાં મોરબી સિરામીક એશોસીએસન વતી નિલેષ જેતપરીયા અને વિશાલ આચાર્ય એ રૂબરૂ મળી અને સિરામીક ઉધોગની માહીતી અને શ્રીલંકામા વેપાર વધારવા માટે ની વિસ્તૃત ચર્ચા કરી અને સાથોસાથ ભારતના કોમર્સ મીનીસ્ટર શ્રીમતી નિર્મલા સિતારામન પણ આ એકસીબીસન ની ક્લોજીગ સેરેમની મા આવના છે ત્યારે બંને દેશોના કોમર્સ મીનીસ્ટર ની મુલાકાત થી બંને દેશોના સિરામીક ના વેપાર ની ચર્ચા કરીને એક્સપોર્ટ વધે તે માટે ના પ્રયત્નો કરવામાં આવશે.

- text

- text