મોરબી : મવડાનો પેચીદો પ્રશ્ન હલ : તમામ સત્તા ફરીથી નગરપાલિકાઓને સોંપાશે

- text


મોરબી : મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની 28 ઓગસ્ટ 2012ના રોજ રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી, વાંકાનેર નગર પાલિકા વિસ્તાર અને 36 ગામોનો પ્રથમ તબક્કામાં સમાવેશ કરાયો હતો પરંતુ આ કારણે બાંધકામના પરવાના અને બિનખેતીની કાર્યવાહી અટકી પડતા ભારે વિરોધ થયો હતો જેના કારણે 36 માંથી 33 ગામોને 12 ઓગસ્ટ 2016માં મવડા માંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ તાજેતરમાં ફરીથી બાકીના ગામોને મવડા માંથી મુક્તિની માંગ સાથે સતવારા સમાજે વિશાલ રેલી કાઢી મવડા નાબુદીની માંગણી કરી હતી જેથી અંતે સરકારે મવડા ઓથોરિટી પાસેથી તમામ સત્તા પાછી ખેંચી આ તમામ સત્તા ફરીથી જે તે વિસ્તારના સ્થાનિક તંત્રને સોંપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.અને તે અંગેનું નોટિફિકેશન પણ આજ કાલમાં બહાર પડી દેવાશે.

- text

રાજય સરકારના આ નિર્ણયને આવકારવા માટે આજે ગાંધીનગર ખાતે મોરબીના ધારાસભ્ય અમૃતિયા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખની આગેવાનીમાં સતવારા સમાજના આગેવાન ભાવેશ કંઝારિયા,ગણેશભાઈ નકુમ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રૂબરૂ મુલાકાત લઇ મવડાનો પેચીદો પ્રશ્ન હલ કરવા બદલ આભાર પણ વ્યકત કર્યો હતો.

- text